કાલાવડ રોડ પર મંડપના ગોડાઉનમાં ભીષણ આગ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ નજીક એક મંડપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે ગોડાઉન બંધ હાલતમાં હોય જાનહાનિ થતા અટકી હતી. આગ એટલી વિકરાળ હતી કે નજીકમાં આવેલા બંગલાની બારીઓના કાચ તૂટી ગયા હતા. ફાયર બ્રિગેડે તાત્કાલીક પહોંચી પાણીનો મારો ચલાવતા આગ બંગલા સુધી ફેલાતા અટકી હતી.

કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ પાસે મંડપના ગોડાઉનમાં રાત્રિના સમયે કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મંડપનો સામાન હોય આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રાજકોટ કાલાવડ રોડ ફાયર સ્ટેશન અને અન્ય ફાયર સ્ટેશનોની મળી 6 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *