કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં આગ લાગી

રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. આ આગમાં ચારના મોત થયા છે અને 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ પણ ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃત્યુઆંક હજી વધી શકે છે.

રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ ફાયરનો બનાવ બનેલો છે. જેની જાણ મળતાં જ તાત્કાલિક અસરથી 8 ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક અસરથી જે પણ રાહત બચતની કામગીરી કરવામાં આવેલી છે. પ્રાથમિક દૃષ્ટીએ ચોક્કસ કારણ ધ્યાન પર આવ્યું નથી. રાહત બચાવની કામગીરી પૂર્ણ થતાં જ આગ લાગવાના કારણોની પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ફાયરની તમામ ટીમ ઘટના પર હાજર છે. રાહત-બચાવની કામગીરી પર ફોકસ કરી રહી છે. પૂર્ણ થશે એટલે ચોક્કસપણે બાકીની જેટલી બાબતો છે તેની પણ આપણે ચકાસણી કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *