રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટામવામાં નદી પર વર્ષો જૂનો પુલ છે તેનું નવીનીકરણ તેમજ ભીમનગર અને મોટામવાને સાથે જોડવા બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. લોકાર્પણના આયોજનો થયા ત્યારે બ્રિજનું કામ અધૂરું હતું. આચારસંહિતા અમલી બની હતી અને 19 માર્ચે કામ પૂરું થયું હતું.
આચારસંહિતામાં કોઇ કાર્યક્રમો ન થઈ શકે અને ચૂંટણી સુધી બ્રિજ બંધ રાખવો પણ યોગ્ય ન હોવાથી મનપાએ કોઇપણ કાર્યક્રમ વગર બ્રિજ ખુલ્લો મૂકી દેતા વાહનવ્યવહાર શરૂ થયો છે.