કાર, ટૂ-વ્હિલર, એસી, TVની ખરીદીમાં થશે બમ્પર લાભ

કેન્દ્ર સરકારે બુધવારે જીએસટીમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી અને 28 ટકા સ્લેબમાં હતા તેવી તમામ ચીજવસ્તુઓ ઉપરનો ટેક્સ ઘટાડીને 18 ટકા કરી નાખતા ગ્રાહકો ઉપરાંત વેપારીઓ પણ ખુશખુશાલ થઇ ગયા છે અને આ વખતની દિવાળી 100 ટકા સુધરી જવાનો આશાવાદ વ્યક્તકર્યો છે.

રાજકોટની વિવિધ બજારના વેપારીઓ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડાની જાહેરાત કરી ત્યારે થોડા સમય માટે વેપાર રીતસરનો ઠપ થઇ ગયો હતો. ગ્રાહકો પણ જીએસટીના નવા દરો જાહેર થયા બાદ મળનારા લાભો લેવા માટે પોતાની ખરીદી સ્ટોપ કરીને બેઠા હતા.

જેના પરિણામે જે ચીજવસ્તુઓમાં જીએસટી 5 ટકા અને 18 ટકા હતો તેમાં પણ વેપાર નહીંવત થઇ ગયો હતો. બજારમાં વેપારીઓ ગ્રાહકોના દર્શન માટે તરસી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.

દરમિયાનમાં જીએસટી કાઉન્સિલે નવા જીએસટી દરોની જાહેરાત કરી દેતાં અને 28 ટકા જીએસટી વાળી તમામ ચીજવસ્તુઓનો 18 ટકાના સ્લેબમાં સમાવેશ કરતાં હવે દિવાળી પર બમ્પર વેપાર થવાની આશા જીવંત બની છે. હવે જે ગ્રાહકોએ પોતાની ખરીદી હોલ્ડ કરી છે તેઓ 22મી સપ્ટેમ્બર પછી બજારમાં દેખાશે. આથી દિવાળી પર વેપારમાં 10થી 25 ટકાનો વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *