કારની ચોરી કરનાર શાપરનો શખ્સ પકડાયો

શહેરમાં આજી ડમે ચોકડી પાસેના માંડાડુંગર પાસે રહેતા યુવકે પત્નીના દાગીના વેચી કાર ખરીદી હતી, પરંતુ કારમાં રહેલી સિસ્ટમ નહીં મળતા બ્રોકરે જ કારની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસમાં મામલો પહોંચ્યો હતો.

માંડાડુંગર પાસે રહેતા ધર્મેશભાઇની કાર ઘર પાસેથી કોઇ ચોરી કરી ગયાની બે દિવસ પહેલાં આજી ડેમ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બનાવમાં કાર ચોરી કરનાર શખ્સ માલધારી ફાટક પાસે આવ્યો હોવાની માહિતીને આધારે પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે શંકાસ્પદ શખ્સને ઉઠાવી લઇ તેની પૂછતાછ કરતાં તે શાપર વેરાવળમાં શાંતિધામ સોસાયટીમાં રહેતો અને કાર લે-વેચનો ધંધો કરતો હાર્દિક છગનભાઇ રાઠોડ હોવાનું અને કાર ચોરી કરી માલધારી ફાટક પાસે છુપાવી હોવાની કબૂલાત આપતા પોલીસે કાર કબજે કરી હતી.

પોલીસની પૂછતાછમાં બે માસ પહેલાં માંડાડુંગર પાસે રહેતા ધર્મેશભાઇએ પત્નીના દાગીના વેચી કાર ઓટો બ્રોકર પાસેથી ખરીદી કરી હતી. જે કારની મ્યુઝિક સિસ્ટમ કાર બ્રોકરને ગમતી હોય જેથી કાર વેચનારે ધર્મેશભાઇને કાર સિસ્ટમ સાથે આપી દેવાનું કહ્યું હતું જેથી કારની બે ચાવી પૈકીની એક ચાવી હાર્દિકે તેની પાસે રાખી હતી અને બે દિવસ પહેલાં માંડાડુંગર પાસેથી કારની ઉઠાંતરી કરી માલધારી ફાટક પાસે છુપાવી હતી. બાદમાં કારમાંથી સિસ્ટમ કાઢી કાર રેઢી મૂકી દેવાનો પ્લાન બનાવ્યો હોય પરંતુ આજે રાજકોટ આવતા આજી ડેમ પોલીસે પકડી લીધાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *