રાજકોટ જિલ્લામાં કરાર આધારિત કાયદા સલાહકારની નિયુક્તિ માટે અરજી મગાવવામાં આવી છે. અરજી કરવાની અંતિમ મુદત 28 ઓગસ્ટ છે. 11 માસના કરાર આધારિત ઉમેદવારની ભરતી થશે.
લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેર કરેલી મુદત સુધીમાં કચેરી સમય દરમિયાન રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી. મારફત અથવા તો કચેરીની રજિસ્ટ્રી શાખામાં રૂબરૂમાં મળી જાય, તે રીતે અરજીઓ મગાવવામાં આવે છે. અધૂરી વિગતોવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલ
અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. અરજી પત્રકનો નમૂનો તથા સરકારના ઠરાવની જોગવાઈઓની માહિતી કચેરીની મેજિસ્ટેરિયલ શાખામાંથી કચેરીના કામકાજના સમય અને દિવસો દરમિયાન મળી શકશે.
નિયમ મુજબ ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ ડિગ્રી ઈન લો અથવા એચ.એસ.સી. પછી લો વીથ ફાઈવ યર કાયદાનો કોર્સ કરેલ હોવાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ. તેમજ ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. તેમજ કમ્પ્યૂટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
આ ઉપરાંત કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા નહીં હોવા અંગેનું ડેક્લેરેશન રજૂ કરવાનું રહેશે. અરજી સાથે શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવના પ્રમાણપત્ર, જાતિ અંગેના પ્રમાણપત્ર વગેરે પ્રમાણપત્રો પ્રમાણિત કરીને જોડવાના રહેશે