રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બાળકો ગોપી-કિશન બનીને કૃષ્ણલીલા રજૂ કરશે, જ્યારે કાનુડાના જન્મને વધાવવા માટે આખું રાજકોટ ગોકુળની જેમ સજાવાશે.રવિવારે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પણ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. શોભાયાત્રામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ધાર્મિક, સામાજિક સંસ્થા પણ જોડાશે.જે વ્યસન મુક્ત સમાજ, બેટી બચાવો-બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ, વિવિધ સંદેશા આપશે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ફ્લોટ નોંધણી કરાવી શકાશે. જેનો પ્રારંભ થઇ ગયો છે. તેમજ લત્તા સુશોભન સ્પર્ધામાં જે કોઈ ભાગ લેવા માગતાં હશે તેને ફોર્મ ભરવાના રહેશે. તેમજ દરેક સંસ્થા અને મંડળોને ધ્વજા, પતાકા, ઝંડી, બેનર, સ્ટિકર, થેલી, કિચન, પોકેટ ડાયરી સહિતના સાહિત્યોનું વેચાણ કરવામાં આવશે. કાર્યાલય નાગર બોર્ડિંગ, વિરાણી હાઈસ્કૂલની સામે, ટાગોર રોડ ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું છે.