કાઠિયાવાડ બાલાશ્રમ બહારથી મળી આવેલી માસુમનું મોત

રાજકોટના ગોંડલ રોડ પરના કાઠિયાવાડ બાલાશ્રમ બહારથી અધૂરા માસે જન્મેલી બાળકી મળી આવી હતી. ગત તારીખ 17 જુલાઈની રાત્રે 12:15 વાગ્યે આ બાળકીને કોઈ બાલાશ્રમ બહાર મૂકીને ચાલ્યું ગયું હતું. આ અંગેની જાણ થતાં બાલાશ્રમનાં સંચાલકો દ્વારા આ બાળકીની તબિયત સારી ન હોય તેને રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માસુમની હાલત ગંભીર હોવાથી તેને NICU વોર્ડમાં રાખવામાં આવી હતી. જોકે આજે સવારે 7:30 વાગ્યે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત થતા હોસ્પિટલ તંત્ર દ્વારા ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે તાત્કાલિક દોડી જઈને ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *