Kantara 2: 30 સપ્ટેમ્બર 2022ના રોજ રીલિઝ થયેલી રિષભ શેટ્ટીની ‘કંતારા’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. જ્યાં એક તરફ વર્ષ 2022માં અનેક મોટા બજેટની ફિલ્મો ફ્લોપ થઈ હતી, તો બીજી તરફ ‘કંતારા’ને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જ્યારથી આ ફિલ્મ હિટ થઈ છે ત્યારથી ફેન્સ તેના આગામી ભાગની રાહ જોઈ રહ્યા છે. હવે બહુ જલ્દી ‘કંતારા 2’ની જાહેરાત થઈ શકે છે.
ટૂંક સમયમાં થઇ શકે છે કંતારા 2ની જાહેરાત
ઋષભ શેટ્ટીના નજીકના લોકો પાસેથી માહિતી મળી છે કે, ‘કંતારા 2’ની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવી શકે છે. મળેલા અહેવાલો અનુસાર, કાંટારા 2 ની સ્ક્રિપ્ટ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. નિર્માતા વિજય કિરાગંદુર અને અભિનેતા-નિર્દેશક ઋષભ શેટ્ટી ફિલ્મની સ્ક્રિપ્ટથી ખૂબ જ ખુશ છે. ફિલ્મના 100 દિવસ પૂરા થવાની પાર્ટી દરમિયાન તેની સિક્વલ બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે.
હવે માત્ર તે સમયની રાહ જોવાઈ રહી છે જ્યારે ‘કંતારા 2’ની જાહેરાત થશે. હાલમાં ફિલ્મની ટીમ વરસાદ છતાં શૂટિંગ માટે શ્રેષ્ઠ લોકેશન શોધી રહી છે. આ સાથે, એવા અહેવાલો છે કે જો બધું બરાબર રહ્યું તો ફિલ્મ જૂન સુધીમાં ફ્લોર પર જશે.