રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવતીકાલે તા.1ને મંગળવારે સવારના ઉઘડતી કચેરીએ રેવન્યુ અધિકારીઓની બેઠક તેમજ બપોરના લેન્ડગ્રેબીંગની બેઠક જીલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવી છે. રેવન્યુ અધિકારીઓની બેઠકમાં સરકારી જમીન પર પેશકદમી, ધાર્મિક દબાણો, સરફેસી એકટ અંતર્ગત થયેલી કામગીરી, હકકપત્રક નોંધ સહિતના મુદે ચર્ચા થશે. જેમાં જીલ્લાની રેવન્યુ કામગીરીની સમિક્ષા કલેકટર પ્રભવ જોશી દ્વારા કરવામાં આવશે. આ બેઠકમાં તાલુકા મામલતદારો, ડે.કલેકટરો, પ્રાંત અધિકારીઓ પાસેથી કામગીરીનો રીપોર્ટ કલેકટર પ્રભવ જોશી દ્વારા મેળવવામાં આવશે. જયારે બપોરના યોજાનાર લેન્ડગ્રેબીંગની બેઠકમાં 65થી વધુ કેસો સુનાવણી માટે મૂકવામાં આવશે.