રાજકોટના રૈયાધાર મફતીયાપરા મચ્છુનગર કવાર્ટરની સામે પાણીના ટાંકા પાસે રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતા રીનાબેન ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.35)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોટાવડા ગામે રહેતા કાના મકવાણાનું નામ આપી જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલા પતિ સાથે માથાકૂટ થતા તે ઘરેથી નીકળી એસ.ટી બસ સ્ટેન્ડ પાસે આવી હતી, ત્યારે તેને આરોપી કાના મકવાણા સાથે પરીચય થયો હતો બાદમાં પ્રેમસંબંધ થતા બંને સાથે રહેતા હતાં. ત્યારબાદ બે વર્ષ પહેલા તેને હાર્દિક જોશી સાથે મિત્રતા બાદમાં પ્રેમ થતા આ વાતની જાણ કાના મકવાણાને થતા તેને આ ગમતું નહીં અને આ બાબતે ત્રણેય વચ્ચે બોલાચાલી થઇ હતી.
કાનો મહિલાને હાર્દિક સાથે ફોનમાં વાત કરવાની ના પાડતો હતો જેથી મહિલાએ તેને બોલવાની ના પાડી હતી. દરમિયાન ગઇકાલે બપોરના બે વાગ્યા આસપાસ મહિલા તેના ઘરે હતી, ત્યારે તેને કાના મકવાણાએ ફોનમાં બોલાચાલી કરી ગાળો આપી અને જો તું મારી સાથે નહીં બોલ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહિલાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
યુવકનો પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત રાજકોટ જામનગર હાઇવે રોડ પર નાગેશ્વર વિસ્તારમાં પટેલ ચોકમાં આવેલ શંખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો નિલેશ સુરેશભાઈ પરમાર (ઉ.વ.30) ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો 108ની ટીમ તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ નિલેશ ફેબ્રિકેશનનું કામ કરતો હોવાનું અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે. જો કે આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.