કર્ણાટકમાં કોંગ્રેસ જ King!

10 મે, 2023ના રોજ કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં રેકોર્ડબ્રેક 73.19 ટકા મતદાન થયું હતું. ત્યારે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે સવારના 8 વાગ્યાથી રાજ્યભરના 36 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઇ ગઇ હતી. ત્યારે તમને જણાવી દઇએ કે, આજની આ ચૂંટણીમાં અંતે કોંગ્રેસ જ કિંગ રહ્યું છે. આથી કહી શકાય કે પ્રચંડ બહુમત સાથે કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે.

બજરંગબલીની ગદા ભ્રષ્ટાચારીઓના માથે પડી: CM ભૂપેશ બધેલ

કર્ણાટકના લોકોએ નકારી સાંપ્રદાયિકતાની રાજનીતિ: અશોક ગેહલોત

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની હાલમાં મતગણતરી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળતા દિલ્હીના AICC મુખ્યાલય ખાતે કોંગ્રેસના સમર્થકો દ્વારા ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોઈપણ અંતિમ ફેંસલો આપવો એ ઉતાવળ કહેવાશે, 3-4 રાઉન્ડ બાદ ચિત્ર સ્પષ્ટ થઇ જશે: ભાજપ નેતા સદાનંદ ગૌડા, બેંગ્લોર

હાલ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે ભાજપ-8, JDS-1 અને કોંગ્રેસ 12 સીટો પર આગળ ચાલી રહી છે.

એક પુત્ર તરીકે હું ચોક્કસપણે મારા પિતા (સિદ્ધારમૈયા) ને ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા માંગીશ. ગત વખતે તેમની સરકાર ખૂબ જ સારી રીતે શાસન કરતી હતી, આ વખતે પણ જો તેઓ મુખ્યમંત્રી બનશે તો ભાજપ સરકારે જે કુશાસન કર્યું છે તેને સુધારવામાં આવશે, આથી રાજ્યના હિતમાં પણ મને લાગે છે કે તેઓએ મુખ્યમંત્રી બનવું જોઈએ: કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *