કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર લલિતભાઈ ચંદેના “અંગ્રેજી બોલો હોંશે હોંશે” વિષય પર નિઃશુલ્ક ઓનલાઈન ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન 23 ડિસેમ્બર, મંગળવારના રોજ બપોરે 04:00 થી 05:00 કલાક સુધી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
પ્રોફેસર લલિતભાઈ ચંદે એક પ્રતિભાશાળી શિક્ષક, ટ્રેનર, લેખક અને પ્રોફેશનલ લાઇફ કોચ છે. તેમનો જીવનમંત્ર માનવજીવનને વધુ સુંદર, સકારાત્મક અને સમૃદ્ધ બનાવવાનો છે. તેઓ વ્યક્તિગત પરિવર્તન માટે સતત કાર્યરત રહે છે.
પ્રોફેસર લલિતભાઈ ચંદેએ દેશભરમાં અત્યાર સુધી 3500થી વધુ પ્રોફેશનલ સેમિનાર અને વર્કશોપ દ્વારા લાખો લોકોને પ્રેરિત કર્યા છે. તેમણે 100થી વધુ રેડિયો ટોક્સ, 25થી વધુ ટીવી કેરિયર કાઉન્સેલિંગ અને ઇન્ટરવ્યુ આપ્યા છે. વિવિધ સમાચારપત્રો અને મેગેઝિનમાં પ્રકાશિત તેમના લેખો તેમને વિચારોના અગ્રણીઓની શ્રેણીમાં મૂકે છે.
શૈક્ષણિક જગતમાં પણ પ્રોફેસર લલિતભાઈ ચંદેનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેઓ છેલ્લાં 22 વર્ષથી BBA અને MBA જેવા બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે, જ્યારે કુલ 30 વર્ષથી શિક્ષણક્ષેત્રમાં સક્રિય છે. તેમણે અનેક રીસર્ચ પેપર્સ રજૂ કર્યાં છે. દેશ-વિદેશની 300થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને કોર્પોરેટ સંગઠનો તેમના ક્લાઈન્ટ તરીકે જોડાયેલા છે, જે તેમની અસરકારકતાનું જીવંત પ્રમાણ છે.