કરણપરામા 9.50 લાખની ઘરફોડ ચોરીમાં ફરાર શખ્સ ઝડપાયો

કરણપરા શેરી નં. 13માં વેપારીના મકાનમાં થયેલ રૂ.9.50 લાખની ચોરીના બનાવમાં નાસતા-ફરતા આરોપી રેલનગરના વિજય સીતાપરાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામનગર રોડ પરથી દબોચી લઈ કાર્યવાહી કરી હતી. કરણપરા શેરી નં.13માં ઈલેક્ટ્રીકના વેપારીના ઘરમાં થયેલ રૂ.9.50 લાખની ચોરીના ગુનામાં ફરાર આરોપી વિજય રમેશ સીતાપરા (ઉ.વ.31),(રહે. રેલનગર, લાલબહાદુર ટાઉનશીપ, બ્લોક ઈઝ/31) ને જામનગર રોડ પરથી દબોચી લીધો હતો. તેમની પાસેથી એક બાઈક પણ કબ્જે કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, ગઇ તા. 08/07/2024 ના કરણપરા શેરી નં. 13/14 ના ખુણે આવેલ કેકીનભાઇ દિલીપભાઇ શાહના બંધ રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજીત કુલ રૂ.9.50 લાખની ચોરીનો બનાવ બનેલ હોય.જે બાબતે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ મુખ્ય સૂત્રધાર આનંદ ઉર્ફે રાજુ ઉર્ફે કરોડપતિ ચોર જેસંગ ઉર્ફે જેસીંગ સીતાપરા, ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્બુ ઉર્ફે ઇમ્બુડો અલ્તાફ પરમાર અને ચિરાગ મુક્તીલાલ શિવલાલ શાહને અલગ-અલગ સોના-ચાંદીના દાગીના સહિત રૂ.13,14,500ના મુદ્દામાલ સાથે પકડી લીધાં હતા. જ્યારે ચોરીના ગુનામાં વિજય સીતાપરા નાસતો-ફરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *