કયુમ બાવા શિરાજીની ચાંદીની સેજ મુબારક લોકોનું આકર્ષણ કેન્દ્ર બનશે

ધોરાજીમાં મોહરમની શાનદાર ઉજવણી થઈ રહી છે ધોરાજીમાં ઇમામ હુસૈનની યાદમાં બની રહેલ 100 જેટલા કલાત્મક તાજિયા બનવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ધોરાજીમાં ઇમામ હુસૈનના સરઘસની રાત તા.5 શનિવારે મનાવાશે અને રવિવારે વિશાળ જુલુસ નિકળશે. ધોરાજી શહેર હુસેની રંગમાં રંગાઈ ગયું છે. ત્યારે સૈયદ હાજી કયુમ બાવા શિરાજી દ્વારા બનાવમાં આવેલ સેજ મુબારક ચાંદીથી બનાવામાં આવી છે. શિરાજી માતમની સેજ મુબારક જે રાજા ભગવતસિંહજીના રાજાશાહીના સમયથી બનતી સેજ મુબારક છે હાલ આ સેજ મુબારકને ચાંદીથી બનાવામાં આવે છે અને આ સેજ મુબારક પર હિન્દુ મુસ્લિમો પોતાની મન્નત ચઢવા આવે છે.

સૈયદ રુસ્તમ માતમના બશીર મિયા બાપુ અને સૈયદ અબ્બાસ બાપુ રુસ્તમ વાળાએ જણાવેલ કે તા.5 જુલાઈને શનિવારના રોજ બપોરે 2.30 કલાકે ઢોલ નગારાના નાદ સાથે સૈયદ રુસ્તમનો અને 100 જેટલા તાજિયા પળમાં આવશે.

આ તકે ધોરાજી મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મકબૂલભાઈ ગરાણાએ જણાવેલ કે ધોરાજીમાં મોહરમની ઉજવણી એકતા અને વિવિધતા સાથે થતી હોય છે અને મોહરમ નિયમિતએ તાજિયા પર હિન્દુ મુસ્લિમો પોતાની મન્નત ચઢાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *