રાજકોટમાં એક આયુર્વેદિક તબીબની અંગત પળોના 5000થી વધુ વીડિયો બનાવી 25 લાખની ખંડણી માગવાના પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસે કહેવાતા પત્રકારો સહીત 12 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે તોડબાજ પત્રકારોના મુખ્ય સાગરીત ડૉ. નાંઢાની ધરપકડ કર્યા બાદ અન્ય ફરાર આરોપીનું લોકેશન મેળવી તેમને પકડવા પોલીસની એક ટુકડી મધ્યપ્રદેશ ખાતે રવાના કરી છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગત અનુસાર, તબીબના 5 હજારથી વધુ વીડિયો ઉતારી ડૉ.નાંઢાએ અન્ય કહેવાતા પત્રકારો સાથે મળી તબીબને બ્લેકમેઈલ કર્યા હતા. આ પ્રકરણમાં મુખ્ય આરોપીને પકડી લીધા બાદ સાયબર ક્રાઈમ પોલીસે હ્યુમન સોર્સીસ અને ટેક્નોલોજીની મદદથી ગુનામાં સામેલ અન્ય આરોપીઓની લોકેશન મેળવી એક ટુકડી મધ્યપ્રદેશ ખાતે રવાના કરી છે. નજીકના જ દિવસોમાં વધુ આરોપીઓ પોલીસની હાથવેંતમાં હશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે.