કંબોડિયાએ થાઇલેન્ડ સાથે યુદ્ધવિરામની ઘોષણા કરી

કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટે થાઇલેન્ડ સાથે ચાલી રહેલા સરહદ વિવાદમાં યુદ્ધવિરામની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના તણાવમાં ઘટાડો થવા માટે તાત્કાલિક લડાઈ બંધ કરવાની અપેક્ષા છે.

આ યુદ્ધવિરામમાં ચીન અને અમેરિકાએ મધ્યસ્થી કરી છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આજે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ હતી.

થાઇલેન્ડના કાર્યકારી વડાપ્રધાન ફુમથમ વેચાયચાઈ અને કંબોડિયાના વડાપ્રધાન હુન માનેત આ બેઠકમાં ભાગ લેશે. મલેશિયા આ બેઠકની અધ્યક્ષતા કરશે.

બંને દેશો વચ્ચે સરહદ વિવાદને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે. આમાં 33 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મોટાભાગના નાગરિકો છે.

મલેશિયા હાલમાં દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠન (ASEAN)નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. તેણે બંને દેશોને વાટાઘાટોના ટેબલ પર બોલાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *