એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં તેની ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ભારતના પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. એક્ટ્રેસે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પણ ફિલ્મ જોવા માટેની ઓફર કરી હતી. કંગના સંસદમાં પ્રિયંકા ગાંધીને મળી ત્યારે તેણે આ બાબતે વાત કરી હતી.
કંગનાએ પ્રિયંકા ગાંધીને ફિલ્મ જોવાની કરી ઓફર કંગનાએ જણાવ્યું કે, પ્રિયંકા તેના દાદી વિશે ઘણી વાતો કરે છે. ઉપરાંત, તેેને ઘણીવાર તેમના ભાષણોમાં તેમના સ્વર્ગસ્થ દાદી ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો છે અને તેમની પાસેથી પ્રેરણા મળવી હોવાની વાત કરી છે. કંગનાએ કહ્યું કે હું પ્રિયંકા ગાંધીજીને સંસદમાં મળી હતી, મેં તેમને પહેલા પૂછ્યું કે શું તમે ‘ઈમરજન્સી’ ફિલ્મ જોશો? તો તેણે કહ્યું, હા કદાચ. મેં કહ્યું, તમને આ ગમશે.
કંગનાએ ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીના પાત્રની પોતાની સંવેદનશીલતા અને ઊંડાણ છે. આમાં ભારતમાં લાદવામાં આવેલી ‘ઈમરજન્સી’નો સમયગાળો બતાવવામાં આવ્યો છે. તેણે કહ્યું, હું માનું છું કે આ એક ઘટના અને વ્યક્તિત્વનું ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિશાળી ચિત્રણ છે. મેં શ્રીમતી ગાંધીને ગૌરવ સાથે દર્શાવવા માટે ખૂબ કાળજી લીધી છે.
કંગનાએ કહ્યું હતું કે આ ફિલ્મ માટે રિસર્ચ દરમિયાન મેં તેમના અંગત જીવન પર ઘણું ફોકસ કર્યું હતું. મેં પોતે વિચાર્યું કે એક વ્યક્તિમાં બીજું પણ ઘણુંબધું જાણવા માટે હોય છે. મેં આ રોલને કરવા માટે ખાસ ધ્યાન રાખ્યું છે.