ઓસ્ટ્રેલિયા રહેતો યુવક PR માટે તાંત્રિકની જાળમાં ફસાયો, રૂ. 24.23 લાખ ગુમાવ્યા

રાજકોટમાં રહેતા તાંત્રિકે વિધિના બહાને અમદાવાદના વતની અને ઓસ્ટ્રેલિયા રહેતા યુવક પાસેથી રૂ.24.23 લાખ પડાવ્યા હતા અને વધુ પૈસા પડાવવા ધમકી આપી હતી.

અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા જયંતીલાલ ભુરાજી પરમાર (ઉ.વ.55)એ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદાવાડીના સતિષ રામજી ધામીનું નામ આપ્યું હતું.

જયંતીલાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો મોટો દીકરો અંકિત ઓસ્ટ્રેલિયા રહે છે અને તેને પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર)ની સમસ્યા હતી તેમજ જયંતીલાલના પત્ની જયશ્રીબેનને પગમાં દુખાવો રહેતો હતો.

આ બાબતે અંકિતે ઓસ્ટ્રેલિયામાં તેની સાથે રહેતા પાર્થ ચોવટિયાને વાત કરતાં તેણે રાજકોટમાં સતિષ ધામી ચમત્કારિક તાંત્રિક છે અને તેની પાસે વિધિ કરાવવાથી તમામ સમસ્યાનો અંત આવી જાય છે

તેવી વાત કરતાં અંકિતે ઓસ્ટ્રેલિયાથી વિડીયો કોલ કરી તાંત્રિક સતિષ ધામીનો સંપર્ક કર્યો હતો અને સતિષ ધામીએ વિધિ માટે ખર્ચ થશે તેમ કહી પૈસાની માગ કરતાં અંકિતે રૂ.17,23,112 બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

ત્યારબાદ પણ સમસ્યાનો અંત નહીં આવતાં સતિષ ધામીએ વધુ પૈસા માગ્યા હતા અને ફરીથી અંકિતે રૂ.5,00,400 આપ્યા હતા, રૂ.22 લાખથી વધુ રકમ આપી દેવા છતાં કામ નહી થતાં અંકિત અને તેના માતા-પિતા સહિતનાઓ અમદાવાદથી રાજકોટ આવ્યા હતા, સતિષે ફરીથી પૈસાની માગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *