ઓસ્ટ્રેલિયા: ઈચ્છામૃત્યુની ઉંમર 18થી ઘટાડીને 14 વર્ષ કરવાની તૈયારી

ઓસ્ટ્રેલિયાના રાજધાની ક્ષેત્ર કેનબેરામાં સરકાર બ્રેન ડેડ લોકોને ઈચ્છામૃત્યુ આપવાની લઘુત્તમ ઉંમર 14 વર્ષ કરવા જઈ રહી છે. જો આ કાયદો પસાર થઈ જાય તો ઈચ્છામૃત્યુનો આ સૌથી ઉદાર કાયદો હશે, જેના હેઠળ બાળકોને પણ આવા અધિકારો મળી શકશે.

આ કાયદા વિશે હાલમાં જ રાજ્યના માનવ અધિકાર મંત્રી તારા શાએને કહ્યું કે અમે નિર્ણય લેવાની પરિપક્વતાની ઉંમર 18થી ઘટાડીને 14 વર્ષ કરવાની વિચારણા કરીએ છીએ. તેમણે કહ્યું વયમર્યાદા વિવેકની બાબત છે અને તે માત્ર જન્મદિવસને પસાર કરી લેવી પૂરતું નથી, પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાત તે વ્યક્તિની નિર્ણયક્ષમતા પર નિર્ણય કરશે. શાએન અનુસાર તેના કાયદાને લોકોનું સમર્થન મળે છે જે તેના વિશે સમુદાય કાઉન્સેલિંગ પ્રોગ્રામમાં પણ જોવા મળ્યું.તેમણે કહ્યું કે સમુદાયિક ચર્ચામાં 3,000થી વધુ લોકોએ ભાગ લીધો અને 500 લોકો લેખિતમાં તેનો અભિપ્રાય આપ્યો. 80 ટકા લોકોએ ઇચ્છામૃત્યુને સમર્થન આપ્યું.

બીજી તરફ સરકારની આ કવાયતનો વિરોધ શરૂ થઈ ગયો છે. ઉંમર ઘટાડવાના ઇરાદાને ગૃહવિભાગના શેડો મિનિસ્ટર જેમ્સ પેટર્સને ભયાનક ગણાવ્યો છે. તેમણે તર્ક આપ્યો કે એક વ્યક્તિ જે હજુ પુખ્ત પણ નથી તેને તેના નિર્ણયો લેવાની સમજ પણ નથી તેને ઇચ્છામૃત્યુ પસંદગીનો અધિકાર આપવો ક્યાં સુધી વાજબી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *