ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ખ્વાજાનો સંન્યાસ, જાતિવાદી ભેદભાવના આરોપ

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. સિડની (SCG)માં રમાનારી એશિઝ સીરીઝની છેલ્લી ટેસ્ટ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. નિવૃત્તિની જાહેરાત સાથે જ ખ્વાજાએ પોતાના કારકિર્દી દરમિયાન સહન કરેલી જાતિવાદી ટિપ્પણીઓ અને મેનેજમેન્ટના બેવડા ધોરણો પર ખુલીને વાત કરી.

ખ્વાજાએ કહ્યું કે, આખી કારકિર્દી દરમિયાન મને મારા પાકિસ્તાની મૂળ અને મુસ્લિમ ઓળખને કારણે ઘણી વાર અલગ નજરથી જોવામાં આવ્યો. મને ખોટી ટીકાનો સામનો કરવો પડ્યો. જ્યારે પણ હું ઈજાગ્રસ્ત થયો, મીડિયા અને કેટલાક પૂર્વ ખેલાડીઓએ પૂરી જાણકારી વગર સવાલો ઉઠાવ્યા.

તેણે વધુમાં કહ્યું, ‘પાકિસ્તાની, વેસ્ટ ઇન્ડિયન અથવા ઘણીવાર સ્વાર્થી, મહેનત ન કરનાર અને ટીમની પરવા ન કરનાર તરીકે ઓળખાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *