ઓપનિંગ સેરેમની પણ કેન્સલ; ખાલી સ્ટેડિયમમાં રમાશે પાકિસ્તાની લીગ; કંગાળ પાક. સરકાર આવી રીતે ખર્ચ ઘટાડશે

પાકિસ્તાને ખર્ચ ઘટાડવાના અભિયાન હેઠળ હવે પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. આ સાથે જ ટુર્નામેન્ટની તમામ મેચો માત્ર લાહોર અને કરાચીમાં રમાશે.

26 માર્ચથી શરૂ થનારી લીગની ઓપનિંગ સેરેમની પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ જણાવ્યું કે આ અંગે વડાપ્રધાન અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈરાન યુદ્ધના કારણે સમગ્ર એશિયામાં ઓઇલ સંકટ ઘેરું બન્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ બમણા થવાથી પાકિસ્તાન સરકારને પેટ્રોલ-ડીઝલ મોંઘું પડી રહ્યું છે, પરંતુ સરકારે તે મુજબ ભાવ વધાર્યા નથી, જેના કારણે વધેલી કિંમતોની અસર સરકારી તિજોરી પર પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *