ઓનલાઈન જમવાનું મંગાવતા ફોઇલ પેપરમાં આવે છે રોટલી?

આજકાલ, એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ મોટાભાગે રોટલી, પરાઠાને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે થાય છે. આજકાલ એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ મોટાભાગે બાળકો ઘરેથી સ્કૂલે જતી વખતે અથવા ઓફિસે જતી વખતે કરે છે. આના કારણે રોટલી કે પરોઠા લાંબા સમય સુધી ગરમ રહે છે. રોટલી, પરોઠા, સેન્ડવીચ, શાકભાજી, કાપેલા ફળો, સલાડ વગેરેને તાજા અને ગરમ રાખવા માટે આ ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણા નુકસાન થઈ શકે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે, એલ્યુમિનિયમ ફોઈલમાં ક્યા ફૂડ પેક ન કરવા જોઈએ અને તેના શું નુકસાન થઈ શકે છે.

  1. ખાટા પદાર્થોને પેક કરવાથી બચોઃ એસિડિક પદાર્થોને એલ્યુમિનિયમ ફોઈલમાં પેક ન કરવા જોઈએ. આ વસ્તુઓને પેક કરવાથી ઝડપથી બગડી શકે છે. આ સાથે તેમનું રાસાયણિક સંતુલન પણ બગડી શકે છે. ટામેટાની ચટણી, સાઇટ્રિક ફળો જેવા ખાદ્યપદાર્થો એલ્યુમિનિયમ ફોઇલમાં પેક ન કરવા જોઈએ.
  2. ખૂબ ગરમ ખોરાક પેક ન કરો: ઘણી વખત લોકો એલ્યુમિનિયમ ફોઇલમાં ખૂબ ગરમ ખોરાક પેક કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખૂબ જ ગરમ ફૂડ પેક કરવાથી તેમાં રહેલું કેમિકલ ફૂડમાં ભળી જાય છે. એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલું ગરમ ​​ફૂડ સતત ખાવાથી લોકોને ભુલવાની (અલ્ઝાઈમર) પણ થઈ શકે છે.
  3. વાસી ખોરાકઃ રાત્રે બચેલો એટલે કે વાસી ખોરાક ક્યારેય એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરીને ના રાખવો જોઈએ નહીં. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
  4. લાંબા સમય સુધી ખોરાક ફોઇલમાં ના રાખોઃ એલ્યુમિનિયમ ફોઈલમાં બે કલાકથી વધુ સમય સુધી ખોરાકને લપેટીને રાખવામાં આવે તો તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તેમાં રાખવામાં આવેલા ખોરાકમાં એલ્યુમિનિયમ મિક્સ થાય છે, જે શરીરમાં ઝિંકની જગ્યા લે છે. જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડી શકે છે. તેનાથી ડાયાબિટીસ થવાની શક્યતા પણ વધી જાય છે.
  5. નબળી ઇમ્યુનિટી : જો તમે લગભગ દરરોજ એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક પેક કરો અને કલાકો પછી ખાઓ, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ નબળી બનાવી શકે છે. જેના કારણે તમારા શરીરની બીમારીઓ અને ચેપ સામે લડવાની શક્તિ પણ ઘટી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *