ઓનલાઇન લીધેલી લોન ભરપાઇ ન કરતાં યુવકના ન્યૂડ ફોટા તેના મિત્રો સંબંધીઓને મોકલતા કંટાળેલા યુવકે આપઘાત કરી લીધો’તો

માધાપર ચોકડી પાસેની સોસાયટીમાં રહેતા યુવકે અઢી મહિના પહેલાં કરેલા આપઘાતમાં ગુનો નોંધાયો હતો. યુવકે ઓનલાઇન લીધેલી લોન ભરપાઇ નહીં કરી શકતા તેને ધમકી ભર્યા ફોન આવતા હતા અને યુવકના ન્યૂડ ફોટા તેના મિત્રો અને સંબંધીઓને મોકલવામાં આવતા હોય યુવકે કંટાળીને પગલું ભર્યું હતું.

માધાપર ચોકડી પાસેની વૃંદાવન સોસાયટીમાં રહેતા નયન વિનોદભાઇ ભાલારા (ઉ.વ.59)એ ગત તા.24 જુલાઇના પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.

ઘટનાના અઢી મહિના પછી મૃતક નયનના પિતા વિનોદભાઇ ભાલારાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ચોક્કસ મોબાઇલ નંબરો આપ્યા હતા.

. વિનોદભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નયનના આપઘાત બાદ તેનો મોબાઇલ ફોન ચેક કરતાં તેમાં અલગ અલગ લોન મોબાઇલ એપ્લિકેશનથી લીધી હોવાનું જાણવા મળ્યું હતું એટલું જન નહીં નયનના મિત્ર યશ રાઠોડે પણ મૃતક નયનના પિતા વિનોદભાઇને જાણ કરી હતી કે, નયન લોનની રકમ ભરતો નથી તે રકમ ભરપાઇ કરી આપવા તા.18 જુલાઇના એક નંબર પરથી ફોન આવ્યો હતો.

ફોન કરનારે નયનના એડિટિંગ કરેલા ન્યૂડ ફોટા મોકલ્યા હતા. યશ ઉપરાંત અન્ય લોકોને પણ ફોન કરી તેમજ ન્યૂડ ફોટા મોકલી નયનને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી, જેથી નયને સમાજમાં બદનામીથી ડરી અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે મોબાઇલ નંબરના ધારકો સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી તેમની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

‘થેન્ક્યુ ફોર એવરીથિંગ’- મિત્રને મેસેજ કરી યુવાનનો આપઘાતનો પ્રયાસ હાથીખાના-17માં રહેતાં અને ઓનલાઈન શોપિંગ એપના ડિલિવરીબોય તરીકે નોકરી કરતાં વસીમભાઇ બશીરભાઇ મકરાણી(ઉ.વ.35) નામના યુવાને આર્થિક સંકડામણને કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *