ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરતા 3.90 લાખની ઠગાઇ

શહેરમાં ગાંધીગ્રામ પાસેના ધરમનગરમાં રહેતા અને રામાપીર ચોકડીમાં દુકાનમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરતા યુવકને કટકે-કટકે રૂપિયા ટ્રાન્સફર કરાવી શખ્સે રૂ.3.90 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધરમનગરમાં રહેતા અને રામાપીર ચોકડી પાસે મામાની મોજ નામે રૂપિયા ટ્રાન્સફર કરવાનો ધંધો કરતા સંદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે રૈયાધાર પાસેના સ્લમ ક્વાર્ટરમાં રહેતો નરેશ બાબુભાઇ જાદવનું નામ આપ્યું હતું. પોલીસની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બાર વર્ષથી મની ટ્રાન્સફરનો ધંધો કરતા હોય નરેશભાઇ અવારનવાર તેની દુકાને પૈસા ટ્રાન્સફર કરાવવા આવતા હતા. તા.29-9ના રોજ નરેશભાઇએ બે હજાર રૂપિયાનું ઓનલાઇન ટ્રાન્સફર કરાવી રૂપિયા બાકી રાખ્યા હતા. બાદમાં તેની પાસે ઉઘરાણી કરતા સાથે રૂપિયા આપી દેવાનું કહી કટકે-કટકે 3.90 લાખનું ઓનલાઇન ગેમિંગ સ્કેનરમાં પૈસા ટ્રાન્સફર કરાવી લઇ પૈસા નહીં આપી છેતરપિંડી કર્યાનું જણાવતા ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *