ઓટોરિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે રૂ. 1 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો

રાજકોટમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે ઓટોરિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડો ફોડી નાખી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચનાં પેટ્રોલિંગ દરમિયાન જામનગર રોડનાં સાંઢિયા પુલ પાસેના હુડકો ક્વાર્ટર શેરી નંબર-1માં ઓટોરિક્ષામાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 113 બોટલો અને 144 પાઉચ કબ્જે કર્યા હતા. તેમજ ઓટોરિક્ષા સહિત કુલ રૂ. 1,12,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપી આસીફભાઈ ઇકબાલભાઈ ગોરી નામના શખ્સને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *