મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન દિલ્હી સરાય રોહિલાને બદલે દિલ્હી કેન્ટ જશે. જેમાં ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી કેન્ટ સ્પેશિયલ 6 ઓગસ્ટ, 2024થી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખાથી તેના નિર્ધારિત સમયે ઉપડશે અને બીજા દિવસે સવારે 9.40 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં, ટ્રેન નંબર 09524 દિલ્હી કેન્ટ-ઓખા સ્પેશિયલ 7 ઓગસ્ટ, 2024થી દર બુધવારે દિલ્હી કેન્ટથી 13.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે. નોંધનીય છે કે, દિલ્હી અને કેન્ટ સિવાય આ ટ્રેનના અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.