મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ વિશેષ ભાડા પર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેમાં ઓખા-ગાંધીગ્રામ, રાજકોટથી મહબૂબનગર અને બરૌની સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે 24મી ઓગસ્ટથી જન્માષ્ટમીના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે તેને લઈને ત્રણ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે, જેનો મુસાફરોને ખૂબ જ લાભ મળશે.
ટ્રેન નંબર-09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 25 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ જે અગાઉ 24 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી. તેને હવે 31 ઓગસ્ટથી 30 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 7 ઓક્ટોબર થી 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 જે અગાઉ 1 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 8 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.