ઓઈલ સંકટના કારણે પાકિસ્તાનમાં ‘લોકડાઉન’!

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે વધતી ઓઈલ કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રોકી દેવામાં આવ્યા છે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25%નો ઘટાડો થશે.

તેમજ, પાકિસ્તાનમાં હવે બે મહિના સુધી સરકારી વાહનોને 50% ઓછું ઇંધણ મળશે. 60% સરકારી વાહનો ચાલશે નહીં. તમામ સરકારી વિભાગો પોતાના ખર્ચમાં 20%નો ઘટાડો કરશે.

શરીફે કહ્યું કે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલની કિંમત 60 ડોલરથી વધીને 100 ડોલર પ્રતિ બેરલથી વધુ થઈ ગઈ છે. આ કારણોસર આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *