રાજકોટની એસ્ટ્રોન સોસાયટીમાં નજીકની હોસ્ટેલમાં રહેતી જામનગર પંથકની સગીરા ગુમ થતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગે સગીરાના જામનગર રહેતા પિતાએ તેની દીકરીના અપહરણ અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત 27 તારીખે મોટી દીકરી મારી 15 વર્ષની નાની દીકરીને રાજકોટની એસ્ટ્રોન સોસાયટીમાં આવેલ હોસ્ટેલમાં મૂકવા આવી હતી. બીજા દિવસે હોસ્ટેલથી ફોન કરી તમારી દીકરી અહીં આવી નથી કહેવામાં આવતા તપાસ કરી હતી. જેમાં હોસ્ટેલમાં મુક્યા બાદ 15 મિનિટમાં દીકરી બેગ લઈને જતી હોવાનું જોવા મળતા અજાણ્યો શખ્સ ભગાડી ગયાની આશંકા છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપી તેમજ ભોગ બનનારને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.