એસ્ટ્રોન ચોક નજીક પરપ્રાંતીય આધેડને આંતરી રૂ.30 હજાર પડાવી લીધા, ફરાર શખસની શોધખોળ

રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસની અસલી પોલીસે ધરપકડ કરી છે. શહેરના જામનગર રોડ ઉપર પરા પીપળીયા પાસે રહેતા આધેડને એસ્ટ્રોન ચોક પાસે આંતરી બે શખસે પોલીસની ખોટી ઓળખ આપી અલગ-અલગ વિસ્તારમાં લઈ જઈ 30 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. જે અંગેની ફરીયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે એક શખસની ધરપકડ કરી ફરાર શખસની શોધખોળ હાથ ધરી છે.

ફરિયાદી જમવા ઘરે જતાં રસ્તામાં આરોપીઓએ રોક્યાં જામનગર રોડ પર આવેલ પરા પીપળીયા ગામે આવેલ એકતા સોસાયટીમાં શેરી નં.5માં રહેતાં જનાર્ધનભાઈ રામનરેશભાઈ સહાની (ઉં.વ.47)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છુટક કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ બપોરના 2.30 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું બાઈક લઈ વીરાણી ચોક પાસે આવેલ તેમના કામનુ સ્થળ વનદ્વારકા બિલ્ડિંગથી ઘરે જમવા જતા હતાં, ત્યારે એસ્ટ્રોન ચોક પાસે 2.45 વાગ્યા આસપાસ ફાકી ખાવા માટે બાઈક ઉભુ રાખ્યું હતું.

વાંક શું છે? કહેતાં બાઈકની ચાવી કાઢી લીધી આ સમયે પાછળથી અજાણ્યા બે શખસ એક એક્ટિવામાં આવી અમે બન્ને પોલીસ છીએ, તું પોલીસ સ્ટેશન ચાલ તેમ કહ્યું હતું. જેથી તેઓએ અજાણ્યા બે માણસોને કહ્યું કે, મારો વાંક શું છે? તેમ કહેતા તેમાંથી એક શખસે તેઓનો મોબાઇલ ફોન અને બાઇકની ચાવી કાઢી લઈ તેઓના બાઈકમાં જ પાછળ બેસાડીને તથા બીજો અજાણ્યો શખસ તેનું એક્ટિવા લઇને ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નંબર 9 ખાતે લઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *