એશિયન ગેમ્સ 2026ના ક્રિકેટ શેડ્યૂલની જાહેરાત મંગળવારે કરવામાં આવી. એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચો 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે.
જાપાન 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026નું આયોજન કરશે. જોકે, આઇચી-નાગોયા એશિયન ગેમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટી (AINAGOC) દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, સ્પોર્ટ્સ સ્પર્ધાઓ સત્તાવાર ઉદ્ઘાટન સમારોહના નવ દિવસ પહેલા જ શરૂ થઈ જશે.
એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે. મેચો આઇચી પ્રાંતના કોરોગી એથ્લેટિક પાર્કમાં યોજાશે.
મેન્સ કેટેગરીમાં 10 ટીમ ભાગ લેશે વિમેન્સ ક્રિકેટ મેચો 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને મેડલ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. વુમન્સ કેટેગરીમાં આઠ ટીમ ભાગ લેશે. તેની મેચ ક્વાર્ટર ફાઇનલથી શરૂ થશે.
મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 13 ઓક્ટોબરે મેડલ ફાઇનલ સાથે સમાપ્ત થશે. તેમાં 10 ટીમ ભાગ લેશે અને ક્વાર્ટર ફાઇનલ પહેલા ત્રણ દિવસની પ્રારંભિક મેચો રમાશે.
તમામ મેચ દિવસમાં ડબલ હેડર હશે. સવારનો મુકાબલો ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે શરૂ થશે, જ્યારે બપોરનો મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યાથી રમાશે.