એપસ્ટીન ફાઇલ- ટ્રમ્પ પર સગીરાના યૌન-શોષણનો આરોપ

અમેરિકામાં ન્યાય વિભાગે કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. એફબીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં મહિલાએ દાવો કર્યો હતો કે એપસ્ટીને તેની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવી હતી. ટ્રમ્પે તેનું યૌન શોષણ કર્યું. તે સમયે તે સગીર હતી. આ પાના અગાઉ જાહેર કરવામાં આવ્યા ન હતા.

એફબીઆઈએ મહિલાના દાવાઓ સંબંધિત 4 ઇન્ટરવ્યુ કર્યા હતા. પરંતુ શરૂઆતી રિલીઝમાં માત્ર એક ઇન્ટરવ્યુનો સાર દેખાયો, જેમાં મહિલાએ એપસ્ટીન વિરુદ્ધ આરોપો જણાવ્યા હતા. બાકીના ત્રણ ઇન્ટરવ્યુ ગાયબ થવા પર સવાલો ઉઠી રહ્યા હતા. અધિકારીઓએ હવે કહ્યું કે તેમને ભૂલથી ‘ડુપ્લિકેટ’ માની લેવામાં આવ્યા હતા, તેથી રોકી દેવામાં આવ્યા હતા. જોકે, પછીની સમીક્ષામાં આ વાત ખોટી સાબિત થઈ.

ટ્રમ્પ પર ફાઇલ દબાવવાનો આરોપ અમેરિકાના વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ આ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે ટ્રમ્પ સરકાર એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોને કેવી રીતે હેન્ડલ કરી રહી છે. ડેમોક્રેટ્સનો આરોપ છે કે ટ્રમ્પ પ્રશાસને એપસ્ટીન તપાસ સંબંધિત એવી માહિતીઓ દબાવી, જે ટ્રમ્પને નુકસાન પહોંચાડી શકતી હતી. હાઉસની એક કમિટીએ એટર્ની જનરલ પામ બોન્ડીને નોટિસ જારી કરવાના પક્ષમાં વોટ કર્યો. તેમને કોર્ટમાં જવાબ આપવો પડશે.

મહિલાનો એ પણ દાવો છે કે છેલ્લા ઘણા વર્ષોમાં તેને અને તેના નજીકના લોકોને ચૂપ રહેવા માટે ઘણા ધમકીભર્યા ફોન કોલ પણ આવ્યા હતા. મહિલાનું માનવું છે કે આ કોલ એપસ્ટીન સાથે સંકળાયેલા લોકો તરફથી હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *