‘એની’ કપડાં ઉતારે છે અને ‘બેડ રૂડી’ ગાળો બોલે છે

ઇલોન મસ્કની કંપની xAI એ તેના AI ચેટબોટ ગ્રોકમાં “કમ્પેનિયન્સ” નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. તેમાં બે એનિમેટેડ પાત્રો શામેલ છે – એક ફ્લર્ટી જાપાની એનિમે કેરેક્ટર “એની” અને એક ગુસ્સેલ રેડ પાંડા “બેડ રૂડી”. તે બંને યૂઝર્સ સાથે વાતચીત કરી શકે છે, પરંતુ તેમના વર્તનથી વિવાદ થયો છે.

કમ્પેનિયન્સ એ ગ્રોક એઆઈના નવા એનિમેટેડ પાત્રો છે. અની એક એવી છોકરી છે જે યુઝર્સ સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરે છે. જો યુઝર તેની સાથે વધુ પડતી વાતો કરે અને ફ્લર્ટ કરે, તો તે પોતાનો ડ્રેસ ઉતારીને પોતાના અન્ડરગાર્મેન્ટ્સ સુધી પહોંચી શકે છે.

બીજી બાજુ, બેડ રૂડી એક રેડ પાન્ડા છે જે અભદ્ર ભાષા વાપરે છે અને હિંસક છે. બંને કેરેક્ટર્સ વોઇસ કમાન્ડ અને પ્રશ્નોના જવાબ આપી શકે છે, અને તેમના હોઠ હલનચલન કરે છે અને તેઓ વાસ્તવિક હાવભાવ પણ કરે છે. મસ્ક થોડા દિવસોમાં બીજા કેરેક્ટરને રજૂ કરવા માટે તૈયાર છે.

આ ફીચરે લોકોને બે જૂથોમાં વહેંચી દીધા છે. એક તરફ, જ્યારે કેટલાક યુઝર્સ તેને મનોરંજક અને સર્જનાત્મક માની રહ્યા છે, તો બીજી તરફ, ઘણી સંસ્થાઓએ તેની ટીકા કરી છે. નેશનલ સેન્ટર ઓન સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશનએ એનીને “બાળકો જેવી” અને “જાતીય વર્તણૂકને પ્રોત્સાહન આપતી” ગણાવી છે.

તેમનું કહેવું છે કે તે મહિલાઓના સેક્સુઅલ ઓબ્જેક્ટિફિકેશનને પ્રોત્સાહન આપે છે અને યૂઝર્સમાં સેક્સુઅલ એન્ટાઇટલમેન્ટ પેદા કરે છે. આ ઉપરાંત, ગ્રોક તાજેતરમાં યહૂદી વિરોધી સામગ્રી અને નાઝી સમર્થન માટે પણ સમાચારમાં હતો, જેના કારણે આ નવા ફીચર પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *