એડિશનલ – આસી. પબ્લિક પ્રોસિક્યુટરની 18 જગ્યા ઈન્ટરવ્યુના 2 વર્ષ બાદ પણ ન ભરાઈ

વર્ષ 2023માં તત્કાલિન કલેકટર પ્રભવ જોષીએ કાયદા વિભાગની સૂચના અનુસાર, રાજકોટ જિલ્લાની સેશન્સ કોર્ટ માટે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની 18 જગ્યા માટે વકીલોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વકીલોના ઇન્ટરવ્યૂ પણ લેવાયા હતા. 18 જગ્યામાં રાજકોટ સેશન્સ કોર્ટ માટે 14 અને ગોંડલ કોર્ટ માટે 2 અને ધોરાજી – જેતપુર માટે 1-1 જગ્યા માટે નિમણુંક કરવાની હતી.

અગાઉ વકીલોએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, ઇન્ટરવ્યૂ બાદ લાયક ઉમેદવારોની પેનલ કલેકટર દ્વારા કાયદા મંત્રાલયમાં મોકલી આપવામાં આવી છે. આમ છતા આજદીન સુધી જાહેરાત મુજબ મદદનીશ સરકારી વકીલોની નિમણુંક કરવામા આવી નથી. હાલમાં રાજકોટ જીલ્લામા 10 વર્ષથી વધુ સમયથી નવી મદદનીશ સરકારી વકીલોની નીમણુંક થઈ નથી. તેઓ લાંબા સમયથી રીપીટ થઈ રહ્યા છે. સક્ષમ ઉમેદવારો કે જેઓએ ઈન્ટરવ્યુ આપ્યા છે. તેઓ આ નીમણુંકની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *