એડવોકેટના ડ્રાઇવરને આંતરી 20 હજારની લૂંટના ગુનામાં પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે લૂંટના ગુનામાં ફરાર ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને અવધ રોડ પરથી ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એક એડવોકેટના ડ્રાઈવર વહેલી સવારે પોતાની સાથે રૂ.20000 લઈ બાઈકમાં એડવોકેટના ઘરે જતા હતા ત્યારે ઘંટેશ્વર નજીક રીયલ સ્ટ્રીટ હોટલ પાસે સ્કોર્પીયોમાં ધસી આવેલ 5 શખ્સોએ બાઈકને ઠોકર મારી લૂંટ ચલાવી નાસી છુટયા હતા. જે બનાવમાં અગાઉ પોલીસે સુભમ ઈશ્વર ગોકળદાસ, ભવ્ય નિતીન દવે, યશ અનવર લાલાણી અને નૈમીસ મયુર શર્માને દબોચી લીધા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ધ્રુવરાજસિંહ ગોહિલ લૂંટના ગુનાનો મુખ્ય સુત્રધાર છે જેને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *