ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં દલિત યુવાનોને ગાયનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી ‘ઉના કાંડ’માં 10 વર્ષ બાદ ન્યાયનો ચુકાદો (આશરે 340 પેજ) આવ્યો છે.
વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, ત્યારે વેરાવળ સેશન્સ જજ પંડ્યા દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.
આ આરોપીઓએ જામીન પર બહાર આવ્યા બાદ 2018 અને 2023માં ફરી પીડિત પરિવાર પર હુમલો કર્યો હતો’ : મેવાણી