એક સપ્તાહમાં શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઊલટીના 1566 કેસ

રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થઇ રહ્યો છે જ્યારે ઠંડીમાં વધઘટને કારણે શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઊલટીના 1566 કેસ નોંધાયા છે.

મનપા સૂત્રોએ જણાવ્યા મુજબ, શહેરમાં તા.13 થી 19 દરમિયાનમાં શરદી-ઉધરસના 791, સામાન્ય તાવના 657, ઝાડા-ઊલટીના 117 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.13 થી 19 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 29,296 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઈ છે, તથા ફિલ્ડવર્કરો દ્વારા 722 ઘરોમાં ફોગિંગ કામગીરી કરેલ છે. ડેન્ગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, સરકારી કચેરી સહિતના સ્થળે ચેકિંગ કરાયું હતું જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 273 અને કોમર્શિયલ 134 આસામીને નોટિસ આ૫વામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *