એઇમટ્રોન ફાઉન્ડેશન દ્વારા આજે રક્તદાન કેમ્પ અને નેત્ર નિદાનનું આયોજન

એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા આજરોજ ત્રંબામાં પોપ્યુલર સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ અને નેત્ર નિદાનનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ સવારે 8.00 કલાકે થશે અને બપોરે 1.00 કલાકે પૂર્ણ થશે. રક્તદાન કેમ્પમાં જે રક્ત એકત્રિત થશે તે ગરીબ દર્દી અને થેલિસિમિયાના દર્દીને આપવામાં આવશે.જ્યારે નેત્ર નિદાન કેમ્પમાં આંખમાં થતી બીમારી, મોતિયો, જામર વેલ, લઘુદૃષ્ટિની ખામી તેમજ ગુરુદૃષ્ટિ ખામીનું નિદાન કરવામાં આવશે. એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે ત્રંબામાં મહિલાઓ માટે વિનામૂલ્યે સીવણ વર્ગ, કમ્પ્યૂટર વર્ગનું સંચાલન કરવામાં આવે છે.

આ ઉપરાંત દરેક વર્ગના યુવાનોની કૌશલ્યતામાં વધારો થાય તે માટે પ્રેક્ટિકલ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં તાલીમાર્થીઓને 15થી 45 દિવસ સુધીની તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને જેમણે અધ્ધવચ્ચેથી પોતાનો અભ્યાસ છોડી દીધો છે તેવા યુવાનો માટે આ પ્રકારના તાલીમ વર્ગનું સંચાલન કરવામાં આવે છે. ત્રંબામાં અત્યાર સુધી 200 મહિલાઅએ સીવણ વર્ગની તાલીમ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *