ઉમરા કરવા રાજકોટ પાસપોર્ટ કઢાવવા આવેલા 17 વર્ષીય તરુણનું હાર્ટ એટેકથી મોત, ચિલ્ડ્ર્ન યુનિ.ના પ્રોફેસરનું બેભાન થયા બાદ મોત

ઉમરા કરવા રાજકોટ પાસપોર્ટ કઢાવવા આવેલા મુન્દ્રાના 17 વર્ષીય સેફઅલીનું હૃદય ધબકારા ચુકી ગયું હતુ અને તેનું મોત નીપજ્યું હતું. સગીર સાથે પરિવાર કોઠારીયા રોડ પર સગાના ઘરે રોકાયો હતો. આ બનાવથી માતમ છવાયો હતો. કચ્છ જિલ્લાના મુન્દ્રાના 17 વર્ષથી સૈફઅલી ઈમ્તિયાઝભાઈ મધડા ગઈકાલે નીલકંઠ સિનેમા પાછળ ભરતવન સોસાયટીમા રહેતા પોતાના સગા બસીરભાઈના ઘરે પરિવાર સાથે હતો ત્યારે બેભાન થઈ જતા તત્કાલ રાજકોટ સિવિલમાં લાવતા તેને મૃત જાહેર કરાયો હતો. પરિવારજનોને ઉમરા કરવા સાઉદી અરેબીયા જવાનું હોવાથી પાસપોર્ટ કઢાવવા માટે રાજકોટ આવ્યા હતા. સૈફઅલીના પિતા સ્ક્રેપનો વેપાર કરે છે. મૃતક બે બહેનોમાં મોટો હતો. સૈફ અલી પગમાં પંજો ન હોય હાથમાં આંગળી ન હોય અને મનોદિવ્યાંગ હોય તેના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.

અન્ય બનાવ શહેરની પ્રકાશ સોસાયટીમાં રિનોવેશનનું કામ ચાલતું હોય તે મકાનમાંથી રૂ.1.60 લાખના સામાનની ચોરીના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી ઘરફોડ ચોરીમાં બે મહિલા સહિત ત્રણને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપી પાસેથી રૂ. 44,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે ગત તા. 23 ના પ્રકાશ સોસાયટી શેરી નંબર 6/2 ના ખુણે આવેલ ગોકુલ મકાનમાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોય ત્યાંથી ઇલેક્ટ્રીક વાયરો, દરવાજાના હેન્ડલો, દરવાજાનો લોક તથા બાથરૂમની એસેસરીઝ સહિત રૂ.1.60 લાખના સામાનની ચોરી થયા અંગે તારીખ 24/10 ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચોરીના આ બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે આ ચોરીમાં કુબલીયાપરામાં રહેતા વિજય રાયધન સોલંકી (ઉ.વ. 32), લક્ષ્મી વિજય સોલંકી (ઉ.વ.25) અને ભારતી ધર્મેશ સોલંકી(ઉ.વ 22) ને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપી પાસેથી પ્લમ્બિંગનો સામાન, કોપર વાયર સહિત રૂપિયા 44,800 મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રિપુટી ભંગારની ફેરી કરવાના બહાને રિનોવેશન ચાલતું હોય તેવા મકાન અથવા બાંધકામ સાઈટ પરથી સામાનની ચોરી કરી લેતા હતા. સામાન ચોરી કર્યા બાદ તેઓ પકડાય નહીં તે માટે આ સામાન સળગાવી દઈ તેમાંથી કોપર કાઢી આ કોપર વેચતા હતાં. ઝડપાયેલા આરોપીઓ પૈકી વિજય સામે મારામારી સહિતના બે ગુના, લક્ષ્મી સામે ચોરીના ચાર ગુના તથા ભારતી સામે પણ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *