ઉપલેટા શહેરમાં સફાઈ વ્યવસ્થા અને ગંદકીના પ્રશ્ને રાજકારણ ગરમાયું છે. ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળે તે પહેલાં જ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ નાગરિકોની સમસ્યાને લઈ પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો હતો અને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ખોરંભે પડી છે. કચરો એકત્ર કરતા વાહનો અનિયમિત આવતા હોવાને કારણે શહેરની શેરીઓ અને મહોલ્લાઓમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું.
ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોપાળા અને અન્ય ચૂંટાયેલા સદસ્યો શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરાની થેલીઓ ભરીને સીધા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા.આ વિરોધ પ્રદર્શન ત્યારે ઉગ્ર બન્યું જ્યારે કોંગ્રેસના કાર્યકરો ચીફ ઓફિસરની ચેમ્બરમાં પ્રવેશ્યા હતા અને સાથે લાવેલો કચરો ચીફ ઓફિસરના ટેબલ પર ઠાલવી દીધો હતો.
આ દ્રશ્યો જોઈને કચેરીમાં સોપો પડી ગયો હતો. લખમણભાઈ ભોપાળાએ જણાવ્યું હતું કે, “વાહનોની અનિયમિતતાને કારણે ગલીઓમાં ગંદકીના ગંજ ખડકાયા છે. આજે અમે જાતે કચરો એકઠો કરી ચીફ ઓફિસરને સુપરત કર્યો છે.