ઉપલેટા ખાતે તાજેતરમાં સમાધાન લાયક કેસના નિકાલ માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 276 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ 54.40 લાખની રિકવરી કરવામાં આવી હતી.
ઉપલેટા કોર્ટ ખાતે ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા અદાલત રાજકોટ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન થકી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપલેટા કોર્ટના બંને જજ એ.એ.દવે તથા ડી.વાય.પટેલ દ્વારા ઉપલેટા મુખ્ય,એડિશનલ,તેમજ ભાયાવદરની કોર્ટમાં ચાલતા દીવાની કેસ,ફોજદારી કેસ,ચેક રિટર્ન કેસ, પ્રિલિટીગેશનના કેસો જેવા કે બેંક લોન, પીજીવીસીએલના લોકોને લગતા કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું ત્યારે આ લોક અદાલતમાં 276 થી વધુ કેસોનું નિરાકરણ લાવીને 54.40 લાખની રિકવરી કરીને આ લોક અદાલતને સફળ બનાવી હતી.