રાજકોટ જિલ્લામાં જસદણ, વીંછીયા અને ઉપલેટા બાદ હવે જેતપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા રાજકોટ ફરી શર્મસાર થયું છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. જેને લઈ જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરમાં 5 વર્ષીય બાળકી પાડોશમાં રહેતા જીતુ ભોજાણીના ઘરે રમવા અને નાસ્તો કરવા માટે જતી હતી. જ્યારે બાળકી પાડોશમાં આરોપીના ઘરે ગઈ, ત્યારે આરોપીની માતા ઘરમાં ન હતી. આ એકલતાનો લાભ ઉઠાવી આરોપી જીતુએ બાળકીને વાતોમાં ભોળવી તેના કપડાં ઉતારી શારીરિક અડપલાં કર્યાં હતા અને દુષ્કર્મ આચર્યું હતું.