ઉપલેટામાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબી ત્રાટકી હતી, 6 જુગારીના રંગમાં ભંગ પાડીને 1.80 લાખની રોકડ સહિત કુલ 5.21 લાખનો મુદામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરી હતી. ઉપલેટામાં એલ.સી.બી. ના પો. સબ. ઈન્સ. એચ. સી. ગોહિલ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે ગણોદ ગામની સીમમાં વાડી માલીક નાગપાલ ઉર્ફે નગો જલુ અને આરોપી કારાભાઇ મારુ જુગારના અખાડા ચલાવે છે.
આથી પોલીસે ઓચિંતો દરોડો પાડતાં જુગારીઓના હોશકોશ ઉડી ગયા હતા અને છ જુગારીને રોકડ, કાર, ફોન સહિતના 5.21 લાખનો મુદામાલ કબજે લેવાયો હતો. પોલીસે કારાભાઇ મારુ, ગોપાલભાઈ ભક્તિરામભાઇ અગ્રાવત, રહે. સરધારપુર, બસસ્ટેન્ડ સામે, તા.જેતપુર, જી.રાજકોટ, ભાવીનભાઇ રમણીકભાઇ મહેતા, રહે. અમરાપર, તા.જામજોધપુર, જી.જામનગર,હનીફભાઇ કાસમભાઇ સીડા, રહે. અમરાપર, જોગીપા, તા.જામજોધપુર, જી.જામનગર.,નિલેશભાઇ રાજાભાઇ ડાંગર, જાતે-આહીર, રહે. નવાગઢ પટેલ ચોક, તા.જેતપુર, જી.રાજકોટપ પ્રકાશભાઇ મનસુખભાઇ સુખાનંદી, રહે. સમેગા ગામ, તા.માણાવદર, જી.જુનાગઢની અટકાયત કરી હતી જ્યારે નાગપાલ ઉર્ફે નગો નાજાભાઈ જલુ, જાતે-આહીર, રહે. ગણોદ ગામ, તા.ઉપલેટા, કાનો રબારી રહે, જુનાગઢ, દીલીપભાઇ સવદાસભાઇ ખુંટી જાતે મેર, રહે. અમરાપુર તા.જામજોધપુર, ભીખુભાઇ મેર, રહે. તરખાય જી.પોરબંદર, અશોક ભનુભાઇ કોળી, રહે. અમરાપુર તા.જામજોધપુર, રણજીત ઉર્ફે રણીયો રામદેભાઇ ખુંટી જાતે-મેર, રહે. અમરાપુર, તા.જામજોધપુર, જયેશભાઇ મનજીભાઇ પાદરીયા, રહે. નવાગઢ તા.જેતપુર,ભરતભાઇ ઉર્ફે બટુરી કોળીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા 1.80 લાખ મળીને કુલ 5.21 લાખનો મુદામાલ કબજે લીધો હતો.