શહેરમાં વરસાદ રહી ગયાને અઠવાડિયું થયું છતાં ગંદકી હટવાનું નામ લેતી નથી, પાલિકા કચેરીથી 100 મીટર દૂર છલકાતી ભૂગર્ભના લીધે વાહનચાલકો શ્વાસ રોકવા મજબુર બની ગયા હોવા છતાં તંત્રને તે દેખાતું નથી.
શહેરની ઘણી કુંડીઓમાં જાળીઓ નથી, તે નાખવા અંગે કોઈ તસ્દી જ નથી લેવામાં આવી તેવી ઉપલેટા શહેર ભરના વિવિધ વિસ્તારોની અંદરથી લેખિત તેમજ મૌખિક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે અગાઉ પણ અનેક વખત ફરિયાદો ઉઠી હતી પરંતુ તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવતી હોય અને પ્રજાના પ્રશ્નોને ન્યાય આપવા માટે કોઈ યોગ્ય તસ્દી નથી લેવામાં આવતી તેવી પણ ફરિયાદ ઉઠી છે. ઉપલેટા નગરપાલિકા કચેરીથી માત્ર થોડા જ મીટરના અંતરે જાહેર રસ્તા પર પેટ્રોલ પંપ અને નગરપાલિકાની વચ્ચે આવેલા જાહેર રસ્તામાં એક ગટરની મોટી કુંડી છે જે ખુલ્લી કુંડીમાંથી કાયમી ગટરનું ગંદુ પાણી વહેતું હોવાથી ફરિયાદ છે કારણ કે આ કુંડીના લીધે અનેક લોકો પડતા હોવાની પાલિકા તંત્રને જાણ કરી છે પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતી નથી.