ઉપલેટામાં ગોડાઉનમાંથી થયેલી 6.72 લાખની મગફળી ચોરીનો ભેદ ઉકેલાયો

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પોરબંદર નેશનલ હાઈવે ઉપર ગોડાઉનમાંથી 6.72 લાખ કિંમતની 280 ગુણી મગફળીની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સીસ આધારે આરોપીઓને પકડી પાડવા તપાસ શરૂ કરતા ત્રણ દિવસ બાદ આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બનાવ અંગે તપાસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે મુખ્ય સૂત્રધાર સહીત ચાર આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 18.45 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉપલેટાની જનકપુરી સોસાયટીમાં રહેતાં યોગેશભાઈ ધીરજલાલ દેસાઈ (ઉ.વ.50)એ ચોરી અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેને ઉપલેટામાં કોલકી રોડ ઉપર દેસાઈ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓઈલ મીલ આવેલ છે. તેઓએ મીલ માટે ખરીદેલી મગફળી મુરખડાની પાર્ટીએ પોરબંદર નેશનલ હાઈવે ઉપર અરવિંદભાઈ ડેલવાડીયાના ગોડાઉનમાં કુલ 6300 ગુણી રાખી હતી. ગઈ તા.17.07.2025ના સાંજના 7.30 વાગ્યે તેઓ અને તેમના ભાગીદાર નિરજભાઈ ખાંટ દેસાઈ ઈન્ડસ્ટ્રીઝમાં હતા એ દરમ્યાન અમે મીલની ખરીદ કરેલ મગફળી જેના ગોડાઉનમાં રાખેલ હતી તે અરવિંદભાઈ ડેલવાડીયાનો ફોન આવ્યો કે, તમે મારા જે ગોડાઉનમાં મગફળી રાખેલ છે તે ગોડાઉનનું તાળુ તૂટેલું છે તમે આવીને ગોડાઉન ચેક કરી જાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *