ઉપલેટાના રહેણાંકમાંથી વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1,02,340ના મુદામાલ સાથે એલસીબીએ એક શખ્સની ધરપકડક કરીને કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ કાર્યરત હતી એ દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ કૌશિકભાઇ જોષી, અરવિંદસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજાને મળેલી સંયુક્ત હકિકતના આધારે કૃષ્ણકેક ઓઇલમીલ રોડ વિજયનગર સોસાયટીમાં રહેણાંકમાં દરોડો પાડીને એક શખ્સને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો.
જે આરોપીની અટક કરી છે તેનું નામ દીપ ઉર્ફે ટીલ્યો કીરીટભાઇ રાઠોડ વિજયનગર સોસાયટી હોવાનું સામે આવ્યું છે, 82 હજારના દારૂ અને ફોન મળી 1,02,340નો માલ કબજે લીધો છે.