ઉપલેટાનું ગઢાળા ગામ કોઝવે ધોવાતાં હજુ પણ સંપર્ક વિહોણું

ઉપલેટામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 50 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેમના કારણે તાલુકાના બન્ને ડેમ અને નદી નાળાંઓ સહિત સીમ, ખેતરો ધોવાયા છે અને તેના અનુસંધાને કલેકટર ઓફીસ દ્વારા ઉપલેટા તાલુકામાંથી ઉઠેલી માંગણીને ધ્યાને લઈ નુકશાનીનો સર્વે કરવાના આદેશ પણ અપાયા છે.

ત્યારે ગઢાળા ગામના પૂર્વ સરપંચે તંત્રનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે ઉપલેટા તાલુકાનું ગઢાળા ગામ અને ત્યાં પહોંચવા માટેનો રસ્તો મોજ ડેમ સાઈટ વિસ્તારના નદી (પટ) વિસ્તારમાંથી પસાર થાય છે. ત્યાં કોઝ-વે પરથી પસાઈ થઈ જવું પડતું હોય ગત દિવસો દરમ્યાન ભારે વરસાદના પગલે 20 પાટિયા 5 ફુટ ખોલવાની ફરજ પડી હતી. આ બનાવને પગલે નદીમાં ભારે પુર આવવાથી કોઝ વે નું ધોવાણ થયું છે. અને ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણ પણે બંધ હોવાથી ગઢાળા ગામ ઉપલેટા તાલુકા મથકેથી વાહન વ્યવહાર બંધ થતાં ગામ સંપર્ક વિહોણું બની જાય છે. તંત્ર રસ્તાનું કાયમી અને મજબુત રીપેરીંગ કરવાને બદલે માત્ર મેટલનો ઉપયોગ કરી ચલાઉ કામ કરી આપે છે. ત્યારે સરપંચ હવે આ સમસ્યાનું ચોકકસ નિરાકરણ લાવે તેવી માગણી છે. મોજ ડેમ સાઇટમાં વહેતી નદીનો કોઝવે પડીને પાદર થઇ જતાં વાહન વ્યવહાર સદંતર બંધ થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *