ઉપલેટાની મોટી પાનેલી મંડળીએ સરકાર પાસે સર્વે અને સહાયની માંગ કરી

ઉપલેટા તાલુકાના પાનેલીમોટી, હરીયાસણ, સાતવડી, ખારચીયા, ઝાળ, કોલકી, ભાયાવદર અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેતરોમાં રહેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. મોટી પાનેલી સહકારી મંડળીએ તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી છે.

વરસાદના કારણે ખેડૂતોએ ઉપાડેલા મગફળી અને સોયાબીનના પાથરા પલળી ગયા છે. આ ઉપરાંત, કપાસ, તલ, મગ, અડદ અને એરંડા જેવા ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે.ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, દવાઓ, ટ્રેક્ટર અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો છે.

આ અંગે મોટી પાનેલી સહકારી મંડળીએ ઉપલેટા મામલતદાર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પત્રો પાઠવી તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *