ઉપલેટાના મેલી મજેઠી મંદિરના મહંતને જાનથી મારી નાખવાની ધમકી

ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામે આવેલા કેરીયા ટીંબા હનુમાનજી મંદિરના મહંતે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમને ફોન પર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર અપમાનજનક વીડિયો વાયરલ કરવા બદલ આ ફરિયાદ કરવામાં આવી છે.

મહંત કરુણાદાસ નિર્મળદાસ વૈરાગી ‘સત્ય સનાતન’ નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા. આ ગ્રુપનો હેતુ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરનારા અથવા ધર્મને નુકસાન પહોંચાડનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. મહંત આશરે ત્રણ મહિના સુધી ગ્રુપમાં સક્રિય હતા અને સેવા કાર્યમાં યોગદાન આપતા હતા.

મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે સામેવાળા વ્યક્તિ દ્વારા વિડીયો યુટુબમા પોતાની આઈ.ડી. ઉપરથી અવાર નવાર અપલોડ કરતો હતો. અને આ વિડીયો શેર કરતો હતો જે ભાબતે મને ગઇ તા 04/11/2025 ના રોજ કરણભાઈએ મને ફોનથી જાણ કરેલ હતી. એટલું જ નહીં બેથી ત્રણ ફોન કરી પૈસાની માગણી કરતો અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો અને કહેતો કે જો તુ મારા વિરૂધ્ધ ફરીયાદ કરીશ તો હું જેલમાથી છુટીને પાછો આવીને તને જોય લઈશ તારે પૈસાતો આપવા જ પડશે જે બાબત ના વિડીયો પોલીસને વિડીયો રેકોડીંગ મોબાઇલ ફોન માથી પેન ડ્રાઇવમા લઈ રજુ કરેલ હોવાનો જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *